Thursday, 23 March 2017

આગામી ચાર વર્ષમાં પાસ થયેલા CAના વિદ્યાર્થીઓ જીએસટીના જ્ઞાનથી વંચિત હશે

દેશમાં એકમાત્ર કોર્સમાં ટેક્સેશન (કરવેરા) શીખવવામાં આવે છે. તે કોર્સ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ચાર્ટર્ડ એકાઉન્ટન્સી. કોર્સના માળખા અનુસાર મુખ્ય પ્રાધાન્ય એકાઉન્ટિંગ, ઓડિટ અને ઇન્કમ ટેક્સને આપવામાં આવે છે. વિદ્યાર્થીએ CA બનવા માટે મુખ્યત્વે બે પરીક્ષા પાસ કરવી પડે છે - ઇન્ટિગ્રેટેડ પ્રોફેશનલ કોમ્પીટેન્સ કોર્સ (IPCC) અને ફાઇનલની પરીક્ષા. IPCCમાં 50 માર્ક્સનું પેપર હોય છે જેમાં સેન્ટ્રલ સેલ્સ ટેક્સ અને સ્ટેટ વેલ્યુ એડેડ ટેક્સ સમાવિષ્ટ છે. અંતિમ પરીક્ષામાં 100 માર્ક્સનું પેપર હોય છે જેમાં સર્વિસ ટેક્સ, કસ્ટમ્સ તેમજ સેન્ટ્રલ એક્સાઇઝ (CenVAT) જેવા વિષયો અાવરી લેવાય છે. IPCC પાસ કરેલા વિદ્યાર્થીએ ત્રણ વર્ષની આર્ટિકલશિપની તાલીમ લેવી પડે છે. ત્રણ વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ ફાઇનલ પરીક્ષા માટે લાયક બને છે

GSTના આગમનથી સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, સ્ટેટ વેલ્યુ એડેડ ટેક્સ, સર્વિસ ટેક્સમાં સખત ફેરફારો થશે અને CenVATમાં પણ મામૂલી પરિવર્તન જોવા મળશે. મે 2017માં યોજાનારી IPCCની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ જો કે જૂના કરવેરાના માળખાની પરીક્ષા આપશે.

ત્રણ વર્ષ દરમિયાન સીએ ભણતા વિદ્યાર્થીઓની વધુ છ બેચ સીએની ફાઇનલ પરીક્ષા પાસ કરશે, જો કે તેઓએ પણ જૂના કરવેરાના માળખાનો અભ્યાસ કર્યો હશે. CenVATમાં ગૌણ પરિવર્તન આવશે - જો કે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, સ્ટેટ વેટ અને સર્વિસ ટેક્સમાં ધરખમ ફેરફારો જોવા મળશે. દર વર્ષે આવકવેરાના કાયદામાં ફેરફારો થાય છે જો કે ફેરફારો મામૂલી હોવાથી  તે ખાસ મહત્વ નથી રાખતું. જો કે GST મહત્વપૂર્ણ પરિવર્તન હોવાથી CA વિદ્યાર્થીઓ તેના ક્લાઇન્ટને મદદ કરી શકે તે માટે તેઓએ GSTના સંપૂર્ણ અધિનિયમનો અભ્યાસ કરવો પડશે.  

ગત IPCC પરીક્ષામાં અપ્રત્યક્ષ કરોનું પેપર આવરી લેતા ગ્રૂપમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારી 30 ટકા હતી. પરીક્ષા આપનારા 62,000 વિદ્યાર્થીઓમાંથી 19,000 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. એવી ધારણા કરીએ તો આ વર્ષે પણ એટલા જ પ્રમાણમાં વિદ્યાર્થીઓ પાસ થશે. તેથી ત્રણ વર્ષ બાદ ફાઇનલની પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા 40,000 હશે. જો કે તેઓનું તે ભણતર પણ જૂનું થઇ ચૂક્યું હશે

દેશમાં લાયકાત ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની સંખ્યા 1.72 લાખ છે. તેમાંથી જે સીએ તેના નિયોકતાઓને અથવા ક્લાઇન્ટને ટેક્સેશનની બાબતમાં મદદ કરતા હશે તેઓએ જીએસટી પર તાલિમ લેવી પડશે.

વર્તમાન સમયમાં અપ્રત્યક્ષ કરોના ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરતા દરેક સીએ પ્રોફેશનલ્સ માટે સરકારે જીએસટીના ટૂંકા કોર્સની રચના કરવી જોઇએ. હાલમાં એવા અનેક સલાહકાર છે જે નાની કંપનીઓને મદદ કરે છે પણ તેઓ લાયકાત કે પાત્રતા ધરાવતા સીએ નથી. દેશભરમાં તેમજ દરેક કદની કંપનીઓમાં જીએસટીના સરળતાપૂર્વક અમલીકરણ માટે આપણે આ સલાહકારોને તાલીમ આપવાની જરૂરિયાત રહેશે.

જ્યાં સુધી ICAIતેના ફાઇનલ CA અભ્યાસક્રમમાં ફેરફાર કરીને તેમાં જીએસટી સામેલ નહીં કરે ત્યાં સુધી આગામી ચાર વર્ષમાં એકપણ સીએ તેના અભ્યાસક્રમના ભાગરૂપે જીએસટી ભણ્યો હોય તેવો જોવા નહીં મળે. તેથી મોટા પ્રમાણમાં જનસંખ્યાને સહન કરવાનો વારો ના આવે તે માટે સરકારે જીએસટીના મહત્વને સમજાવવા તેમજ તેની માહિતીનો પ્રસાર કરવા માટે જરૂરી એવી વ્યવસ્થા કરવી જોઇએ.


Tuesday, 31 January 2017

આવક જાહેરાતની સ્કીમ : પ્રમાણિક કરદાતા માટે દંડ સમાન

સરકારે આક્રમક રીતે ઇન્કમ ડિકલેરેશન સ્કીમનુ (આવક જાહેરાતની સ્કીમ) માર્કેટિંગ કરવાનુ શરૂ કર્યું છે. દૂભાર્ગ્યપણે સરકારે સ્કીમના નામ પાછળ વર્ષ જેટલો સમય વિતાવ્યો હતો. આ કરચોરી કરનારને આશાવાદી બનાવે છે કે ભવિષ્યમાં પણ આ પ્રકારની સ્કીમ આપણા માટે રજૂ થતી રહેશે.

દેશનો આયકર વિભાગ છટકબારીને શોધવામાં અને કરચોરી કરનારને પકડવામાં નિષ્ફળ સાબિત થયો છે. કરચોરી કરનારને તેની કાળા નાણાંની આવકને રજૂ કરવા તેમજ ટેક્સ ચુકવવાની તક આપવા સરકાર દ્વારા આ પ્રકારની માફીને લગતી સ્કીમ રજૂ કરવામાં આવતી હોય છે. શરૂઆતમાં સ્કીમ સારી લાગે છે. સરકાર એક જ ઝટકામાં મોટા પ્રમાણમાં ટેક્સ રેવેન્યુ એકત્ર કરી શકે છે, કરચોરી કરનાર અસક્યામતો મેળવે છે અને અર્થતંત્રમાં ફરીથી રોકડ પ્રવાહ ફરતો થશે

જો કે આ પ્રમાણિક રીતે સમયસર ટેક્સ ચુકવતા કરદાતા માટે મોટા દંડ સમાન બાબત કહી શકાય.

આ પ્રકારની આવક જાહેરાતને લગતી સ્કીમ શા માટે કાળા નાણાના દુષણને નાથવા અસરકારક નથી તે અંગેના કારણો જોઇએ.

  • આ પ્રકારની સ્વૈચ્છિક આવકની જાહેરાતને લગતી સ્કીમથી સરકાર માત્ર થોડાક પ્રમાણમાં જ રેવેન્યુ અેકત્ર કરી શકે છે. ભુતકાળમાં કરદાતાએ કરેલી ટેક્સની ચોરીના પ્રમાણમાં આ ખુબ ઓછી રકમ છે. ટેક્સ ના ચુકવતા કરદાતાએ ભોગવવા પડતા ગંભીર શિક્ષાત્મક પરિણામોની પરવા કર્યા વગર સરકાર દ્વારા અનેક છૂટછાટ અપાતી હોય છે.
  • કરચોરીની તપાસ કરવા માટે કોઇ પગલા નથી. તેના બદલે તેને કરચોરી માટે ઇન્સેન્ટિવ આપે છે કે જે સમયે સમયે જાહેર થતી આ પ્રકારની સ્કીમ દ્વારા નિયમન થતુ રહેશે.
  • નિષ્ણાંતોની કમિટીએ પણ આ પ્રકારની સ્કીમની નિંદા કરી હતી અને આ પ્રકારની સ્કીમનો સામાજિક અને માન્ય કરવામાં પણ ખર્ચ છે કે જે નાણાની દષ્ટિએ નથી માપી શકાતો. ચોક્સ કમિટી (1978) અનુસાર ડીસ્ક્લોઝર સ્કીમ વાતાવરણને વધારે દુષિત કરે છે. વાંછો કમિટીએ પણ કહ્યું હતું કે સરકારની નિયમો તોડનાર વિરુદ્વની આ પ્રકારની સ્કીમની પદ્વતિ ખાસ કરીને કરદાતાઓના વિશ્વાસને જ હાનિ પહોંચાડે છે અને આ પદ્વતિ વિરુદ્વ તિરસ્કાર કે અણગમો ઊભો કરે છે.
  • વર્ષ 1984માં નેશનલ ઇન્સટિટ્યુટ ઓફ પબ્લીક ફાઇનાન્સ એન્ડ પોલિસીએ બ્લેક મની પરના તેના એક રીપોર્ટ કે જે સરકારના ભૂતપૂર્વ આર્થિક સલાહકાર શંકર આર્ચાય દ્વારા તૈયાર થયેલ છે તેમા જણાવ્યું છે કે કાળા નાણાંના દુષણને નાથવા માટે VDIS જેવી સ્કીમ લાંબા ગાળે અસરકારક સાબિત થાય તેવી ખુબ ઓછી શક્યતા છે. દરેક બાબત કે જે તેની તરફેણમાં હાલમા કહી શકાય એ છે કે તે માત્ર ટૂંકા ગાળા માટે રેવેન્યુ એકત્રીકરણને વેગ આપશે.
    • આ પ્રકારની સ્વૈચ્છિક આવકની જાહેરાતને લગતી સ્કીમથી સરકાર માત્ર થોડાક પ્રમાણમાં જ રેવેન્યુ અેકત્ર કરી શકે છે. ભુતકાળમાં કરદાતાએ કરેલી ટેક્સની ચોરીના પ્રમાણમાં આ ખુબ ઓછી રકમ છે. ટેક્સ ના ચુકવતા કરદાતાએ ભોગવવા પડતા ગંભીર શિક્ષાત્મક પરિણામોની પરવા કર્યા વગર સરકાર દ્વારા અનેક છૂટછાટ અપાતી હોય છે.
    • કરચોરીની તપાસ કરવા માટે કોઇ પગલા નથી. તેના બદલે તેને કરચોરી માટે ઇન્સેન્ટિવ આપે છે કે જે સમયે સમયે જાહેર થતી આ પ્રકારની સ્કીમ દ્વારા નિયમન થતુ રહેશે.
    • નિષ્ણાંતોની કમિટીએ પણ આ પ્રકારની સ્કીમની નિંદા કરી હતી અને આ પ્રકારની સ્કીમનો સામાજિક અને માન્ય કરવામાં પણ ખર્ચ છે કે જે નાણાની દષ્ટિએ નથી માપી શકાતો. ચોક્સ કમિટી (1978) અનુસાર ડીસ્ક્લોઝર સ્કીમ વાતાવરણને વધારે દુષિત કરે છે. વાંછો કમિટીએ પણ કહ્યું હતું કે સરકારની નિયમો તોડનાર વિરુદ્વની આ પ્રકારની સ્કીમની પદ્વતિ ખાસ કરીને કરદાતાઓના વિશ્વાસને જ હાનિ પહોંચાડે છે અને આ પદ્વતિ વિરુદ્વ તિરસ્કાર કે અણગમો ઊભો કરે છે.
    • વર્ષ 1984માં નેશનલ ઇન્સટિટ્યુટ ઓફ પબ્લીક ફાઇનાન્સ એન્ડ પોલિસીએ બ્લેક મની પરના તેના એક રીપોર્ટ કે જે સરકારના ભૂતપૂર્વ આર્થિક સલાહકાર શંકર આર્ચાય દ્વારા તૈયાર થયેલ છે તેમા જણાવ્યું છે કે કાળા નાણાંના દુષણને નાથવા માટે VDIS જેવી સ્કીમ લાંબા ગાળે અસરકારક સાબિત થાય તેવી ખુબ ઓછી શક્યતા છે. દરેક બાબત કે જે તેની તરફેણમાં હાલમા કહી શકાય એ છે કે તે માત્ર ટૂંકા ગાળા માટે રેવેન્યુ એકત્રીકરણને વેગ આપશે.
    • 1997ના VDISને લઇને મુંબઇ હાઇકોર્ટમાં ચાલેલા ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર અને યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં 93 ટેક્સ કરતદાતાએ VDISના નૈતિક પાસાઓની પ્રતિકૂળ રીતે ટીકા કરી હતી. કોર્ટ અનુસાર VDIS અપ્રામાણિક કરદાતાઓને ફાયદો કરાવે છે જ્યારે પ્રમાણિક કરદાતાઓને સહન કરવાનો વારો આવે છે તેમજ સ્કીમનો દુરુપયોગ કરવાની તક પણ મળી રહે છે.

    ટૂંકમાં સરકારે આ પ્રકારની મોન્સુન ડિસ્કાઉન્ટ સેલ સ્કીમ કરતા કાયદાઓને વધુ કડક બનાવવા જોઇએ અને તેનુ સખ્તાઇથી પાલન થાય તે પર ધ્યાન આપવુ જોઇએ.

ટેક્સ બેઝ વધારવા માટે આયકર વિભાગને ઉત્તમ માળખાની જરૂરીયાત

તાજેતરમાં સરકારે ઇન્કમટેક્સનો ટેક્સ બેઝ વધારવાનો નિર્ણય લીધો છે કે જે ભારતની કુલ વસ્તીના માત્ર 3 ટકા છે. હકીકતમાં માત્ર 18,358 લોકોએ તેની આવક રૂ.1 કરોડથી વધારે હોવાનું જાહેર કર્યું, એ જ વર્ષમાં એ જ આંકડાની આજુબાજુ કારનું વેચાણ થયું કે જેની કિંમત રૂ.25 લાખથી વધારે હતી.

ટેક્સ બેઝ વધારવા માટે આયકર વિભાગને મોટો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. આયકર વિભાગ દર મહિને 25 લાખ કરદાતા ઉમેરવાનો લક્ષ્યાંક ધરાવે છે. નાણામંત્રી અરુણ જેટલીએ પણ 31મી એન્યુયલ કોન્ફરન્સ ઓફ પ્રિન્સીપાલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સ દરમિયાન આ વાતને સ્વીકારતા જણાવ્યું હતું કે ટેક્સ બેઝમાં વધારો કરવાથી પ્રમાણિક કરદાતાઓને ટેક્સમાં કેટલીક રાહત આપવાનો માર્ગ વધુ મોકળો બની શકે છે.

ટેક્સ બેઝને વધારવા માટે વિસ્તરણ આવશ્યક હોવા છતાં આયકર વિભાગના વિસ્તરણ માટે પૂરતા સ્ત્રોતની ફાળવણી નથી કરાઇ તેવો આઇઆરએસના અધિકારીઓનો અભિપ્રાય છે.

ટેક્સ નેટ વધારવા માટે આયકર વિભાગને વધુ કર્મચારીઓ અને ઉત્તમ માળખાની જરૂરીયાત છે. વધુ ટેક્સ બેઝથી પ્રમાણિક કરદાતાઓ પરનું દબાણ ઘટશે કારણ કે મોટા પ્રમાણમાં કરદાતાઓના ઉમેરો થવાથી (વ્યક્તિગત રીતે અથવા બિઝનેસ એન્ટાઇટી) લક્ષ્યાંકો હાંસલ કરી શકાશે.

આઇઆરએસ મેમોરેન્ડમ અનુસાર દેશની જીડીપી વર્ષ 2000-01થી 2013-14 દરમિયાન 5.4 ટકા વધી છે ત્યારે પ્રત્યક્ષ કર સંગ્રહમાં પણ આ સમયગાળા દરમિયાન 9.35 ટકાનો વધારો નોંધાયો છે. જો કે કુલ રેવેન્યુની ટકાવારીની દૃષ્ટિએ ટેક્સ કલેક્શનનો ખર્ચ માત્ર 0.5 ટકા છે. આ ટકાવારી વિશ્વમાં સૌથી નીચા સ્તરે છે. તે એટલા નીચલા સ્તરે છે કે જાણે કે તે ઓટો પાયલોટની જેમ સંચાલિત છે. તેનો અર્થ એ થયો કે તેમાં કોઇ વ્યક્તિઓનો હસ્તક્ષેપ જોવા નથી મળ્યો.

બીજી બાજુ કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, ફ્રાન્સ અને જાપાન જેવા વિકસીત દેશોમાં સંગ્રહનો ખર્ચ કુલ સંગ્રહના 1.05 ટકાથી 1.58 ટકા વચ્ચે જોવા મળે છે.

આસિસટન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સના ગ્રેડમાં જ 900 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે. નિષ્ણાંતો મુજબ અંદાજે 30 ટકા જગ્યાઓ કે પદ ખાલી છે. સંપૂર્ણ રીતે સજ્જ આયકર વિભાગ જે કામ કરી શકે તે કર્મચારીઓની અછત ધરાવતો વિભાગ (અશક્ત) કરી શકે તે શક્ય નથી.

ભારતીય સરકારે સમજવું જોઇએ કે દેશમાં કાનુન અને વ્યવસ્થાને કાબુમાં કરવા માટે ઇન્કમટેક્સ મહત્વનું સાધન છે. જો પ્રત્યક્ષ કરને લગતા અનુપાલનમાં વધારો થાય તો તેનાથી અપ્રત્યક્ષ કર સંગ્રહમાં પણ વૃદ્વિ જોવા મળશે. દાણચોરી કે તેને સંબધિત ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ અાયકર વિભાગના સંકંજામાં આવી શકશે. સરકારે અધિકારીઓને વધુ પડતી સત્તા આપવાના બદલે તેઓને જવાબદાર કામ સોંપવું જોઇએ કે જેનું આંકલન થઇ શકે. તેનાથી ભ્રષ્ટાચાર કરવાની પણ કોઇ તક નહીં મળે. ટેક્સ બેઝને વધારવા માટે દેશમાં કાયદા હોવા છતાં આપણે તે કાયદાનું યોગ્ય અનુપાલન કરીએ તે આવશ્યક છે.

ભારત મંદીથી કઇ રીતે બચી શકે?

નોટબંધીના પગલાથી દેશની જીડીપી પર અસર થશે તેવી ઘણા લોકોએ આગાહી કરી હતી. એક અંદાજ મુજબ તેમાં 2 ટકાનો ઘટાડો છે જો કે ઘણા લોકોમાં અર્થતંત્રની મંદીનો ડર પ્રવર્તી રહ્યો છે અને તેમાં સૌથી પહેલુ નામ ઝવેરાત ઉદ્યોગનું છે. તેથી આ વ્યાપાર કરવાની નવી પદ્વતિથી ભારતને શું ફાયદો થશે?

ઝડપી કામ કરો: કેન્દ્ર અને રાજ્ય સરકારના દરેક સરકારી વિભાગોએ નવી હકીકતનો સ્વીકાર કરીને વધુ ઝડપી રીતે કામ કરવું પડશે. હાલમાં સરકારી કર્મચારીઓ આ નિર્ણય યોગ્ય છે કે નહીં તે અંગે ચર્ચા કરી રહ્યા છે. તેઓએ હકીકતનો સ્વીકાર કરવો જોઇએ અને નવા અર્થતંત્રમાં તેઓ વસ્તુને કઇ રીતે શક્ય બનાવી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ઊદાહરણ તરીકે તેઓએ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ મારફતે ફીનો સ્વીકાર કરવાનો હોય, જો તેઓ રોકડની ચૂકવણી કરે છે તો તે બેન્ક એકાઉન્ટથી થઇ શકે છે.

કરમાં ઘટાડો: બેન્કમાં રોકડ ધરાવતા લોકોની સંખ્યા વધુ હોવાથી ટેક્સના માળખાના બેન્ડની ટકાવારી 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવી જોઇએ. તદુપરાંત આવક વેરાના દરમાં પણ ઘટાડાની જરૂરીયાત છે. ટેક્સ બેઝમાં વધારો એ આઇટી વિભાગનો માત્ર લક્ષ્યાંકો હોવો જોઇએ અને એ જ લોકો પાસેથી વધુ ટેક્સની વસૂલાત યોગ્ય નથી. આવકવેરો વધુ સરળ હોવો જોઇએ અને આધાર નંબર સાથે અનિશ્રિત ભથ્થાની જોગવાઇની રજૂઆત કરવી જોઇએ જેથી લોકોને ટ્રેક કરી શકાય

જીએસટીમાં પર કાપ: લોકોની ખરીદશક્તિ પહેલા કરતા ઓછી થઇ હોવાથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના દરોમાં કેટલાક અંશે ઘટાડો અનિવાર્ય છે. તે બાદમાં વધારી શકાય છે પણ ડિમોનેટાઇઝેશન અને જીએસટી એકસાથે અમલી બન્યા હોવાથી તેની સંક્રાન્તિ સહેલાઇથી થાય તે જરૂરી છે.

સ્ટેમ્પ ડ્યુટી અધિનિયમમાં ફેરફાર: સ્ટેમ્પ ડ્યુટીને લઇને એક ધારણા એવી પ્રવર્તે છે કે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરેલી મિલકતમાં કાળા નાણાંનો ઉપયોગ થયો હોય છે. જો કે હવે કાળા નાણાંમાં ફેરફારની શક્યતા ઓછી હોવાથી જંત્રી દરો પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાતને બદલે એગ્રીમેન્ટના રેટ્સ મુજબ તેની વસૂલાત થવી જોઇએ. તદુપરાંત સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટાડો પણ કરવો જોઇએ. સ્ટેમ્પ ડ્યુટીની નોંધણીમાં રોકડની જરૂરીયાત હોય છે પણ હવે તેઓએ ચેક અથવા પ્લાસ્ટિક નાણાં મારફતે તેનો સ્વીકાર કરવો જોઇએ.

અર્થતંત્રના દરેક સેક્ટરમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું: સ્ટાર્ટઅપ માટે નવો વેપાર કઇ રીતે સરળ કરવો તેમજ વર્તમાન વેપારનું સંચાલન સરળ કરવા પર સંપૂર્ણ દેશનું ધ્યાન કેન્દ્રિત થાય તે જરૂરી છે. વર્તમાન સમયમાં દેશની જીડીપીમાં વૃદ્વિનો એકમાત્ર ઉકેલ સ્પર્ધા અને રિસર્ચ છે.

વ્યાજદરમાં કાપ તેમજ લોનમાં સરળતા:  બેન્કોએ એફડીના દરોમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું છે પણ લોનના દરોમાં હજુ સુધી કોઇ ઘટાડો નથી જોવા મળ્યો. લોકોને ઝડપી દરે ધિરાણ ઉપલબ્ધ કરાવવાથી ભારતીય અર્થતંત્ર સૌથી વધુ ઝડપે વિસ્તરણ કરવા માટે સક્ષમ બનશે. મિલકતની કુલ કિંમતના સફેદ ભાગને બાદ કરતા તેની વાસ્તવિક કિંમતના આધારે લોન મળવી જોઇએ.

શિક્ષણનું ઉદારીકરણ: ભારતીય શિક્ષણ પદ્વતિ હજુ પણ જૂની છે. યુવાનો ત્યારે જ નોકરી મેળવી શકશે જ્યારે તેઓને વાસ્તવિક રીતે શિક્ષીત કરવામાં આવે. અગાઉ ઝવેરાત અને રીયલ એસ્ટેટ ઉદ્યોગોમાં  કોઇપણ જાતની શૈક્ષણિક લાયકાત વગર હજારો લોકોને રોજગારી અપાતી હતી પણ હવે તે બાબત ભૂતકાળ થઇ ચૂકી છે. ખાનગી સ્કૂલો અને કોલેજને પ્રોત્સાહન મળવું જોઇએ અને વિદેશી યુનિવર્સિટીઓને મંજૂરી મળવી જોઇએ.

જરૂરીયાત ધરાવતા ઉદ્યોગોમાં રોકાણ: પ્રાઇવેટ સેક્ટરોએ જરૂરીયાત ધરાવતા ઉદ્યોગોમાં તેના નાણાંનું રોકાણ કરવું જોઇએ. વૈભવી અને અબાધિત ખર્ચ મર્યાદિત બનશે તેથી તે ઉદ્યોગોમાં રોકાણ ના કરવું જોઇએ.

સ્થાનિક ક્ષેત્રે ઉત્પાદિત સ્માર્ટફોન પરની એક્સાઇઝ ડ્યુટી દૂર કરવી: સ્માર્ટફોન મારફતે ડિજીટલ મનીનો સરળતાથી વ્યવહાર થાય છે. સરકારે સ્થાનિક ક્ષેત્રે ઉત્પાદિત થતા સ્માર્ટફોન પરની એક્સાઇઝ ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરવી જોઇએ. તેનાથી ટેક્નોલોજીનો વપરાશ વધશે અને ભારત આધુનિક રીતે આર્થિક વ્યવહાર કરવા માટે સક્ષમ બનશે. 

નાણાંની ગેરહાજરીથી ગુનામાં ઘટાડો શક્ય છે?

બેંકમાં લૂંટફાટ, જુગાર, દાણચોરી, ભ્રષ્ટાચાર, દેહવિક્રય, ડ્રગ વેચાણ, નકલી ચલણી નોટ્સ અને કરચોરી જેવા દૂષણોમાં સામાન્ય બાબત એ છે કે આ દરેક ગુનાઓ નાણાં પર નિર્ભર છે. અર્થતંત્રમાં રહેલા નાણાં પર આ ગુનાઓ નિર્ભર રહે છે. તેથી આ સમસ્યાના બે પાસા છે. પહેલી વાત એ છે કે આ પ્રકારના સોદાઓમાં ખૂબ નાણાં જોવા મળે છે તેમજ આ નાણું એક ચોક્કસ મૂલ્યવર્ગમાં હોવું જરૂરી છે.

તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે અર્થતંત્રમાં રહેલુ કાળુ નાણું ઓછુ કરવા માટે રૂ.1000 અને રૂ.500ની નોટ્સને નાબૂદ કરવી જોઇએ અને રૂ.100ની નોટ્સના રૂપમાં કરોડો રૂપિયાની રકમ હોવી અગવડભર્યું રહેશે. જો કોઇ વ્યક્તિ રૂ.5 લાખની રકમથી ભરેલી વજનદાર બેગ લઇને સરકારી અધિકારીને મળવા જાય છે તો મુલાકાત બાદ કેબિનમાંથી બહાર આવતી વખતે હળવી બેગને જોઇએ ચોક્કસપણે તે સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે. જ્યાં સુધી ઓછી કદના ભ્રષ્ટાચારની વાત છે ત્યાં સુધી બરોબર છે પણ વિદેશમાં રહેલા બેન્ક એકાઉન્ટથી મોટા પાયાનું ભ્રષ્ટાચારનું દૂષણ તો યથાવત જ રહેશે.

જો કે, જો આપણે ગુના ઓછા કરવા હશે તો નાણાકીય સોદા પરની નિર્ભરતા ઓછી કરવી પડશે. નાની લૂંટફાટ અને ગેરકાયદેસર વ્યાપારો મોટા પ્રમાણમાં નાણાં પર નિર્ભર હોય છે. કલ્પના કરો કે કોઇ વ્યક્તિ ડ્રગ્સ ખરીદવા માટે રોકડની મોટી બેગ લઇને જાય છે. તેની કોઇને જાણ ના થાય તેવી શક્યતા ખૂબ ઓછી છે. બજારમાં ફરતી નોટ્સનું અંકિત મૂલ્ય અોછુ કરવા ઉપરાંત ઇલેક્ટ્રોનિક સોદા કે લેવડદેવડને પ્રોત્સાહન આપવાની તાતી જરૂરીયાત છે. અહીંયા જનધન યોજના ઉપયોગી સાબિત થશે. તેનાથી દેશની મોટા ભાગની વસ્તીના લોકો બેંકમાં ખાતુ ખોલાવી શકશે જેથી બેન્ક મારફતે લેવડદેવડ કે વ્યવહાર કરવો વધુ સરળ બનશે. તેથી સરકાર એવો નિયમ બનાવી શકે કે જો તમે લઘુત્તમ વેતનની ઉપરના પગાર પરના કરમાં કપાત ઇચ્છતા હોય તો તેની ચૂકવણી બેંક એકાઉન્ટ મારફતે થવી જોઇએ.

ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ઉપયોગને પણ વધુ પ્રોત્સાહન મળવું જોઇએ. પ્રત્યેક આર્થિક વ્યવહારનો ખર્ચ 2.5 ટકા જેટલો ઊંચો છે અને તેથી તેને કોઇપણ ઉપાય મારફતે નીચે લાવવો અતિ આવશ્યક છે. વર્તમાન સમયની ટેકનોલોજીમાં ચીપ, ઓટીપી અને એસએમએસ નોટિફિકેશન જેવા ફીચર્સ ઉપલબ્ધ હોવાને કારણે ક્રેડિટ/ડેબિટ કાર્ડથી લેવડદેવડ ખૂબ સલામત છે. ઓગસ્ટ 2016માં આરબીઆઇ દ્વારા યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ – યુપીઆઇની રજૂઆતથી શક્યતાઓના અનેક દ્વારા ખૂલ્યા છે. ધારો કે તમે શોપિંગ કરવા બહાર જાવ છો તો ચૂકવણી માટે રોકડ, કાર્ડ અથવા ચેકબૂકની જરૂરીયાત નથી રહેતી. તમે ટીવી ખરીદવાનું નક્કી કરો છો. તમારી પાસે મોબાઇલ ફોન છે અને પાસવર્ડ છે. તમે જે વ્યક્તિને ચૂકવણી કરવા માગો છો તે પ્રાપ્તકર્તાનુ યુપીઆઇ આઇડી નાખીને તરત જ રોકડની ચૂકવણી કરી શકો છો.

અત્યારસુધીમાં 15 બેન્કોએ તેની એપ્સ સાથે યુપીઆઇને લિન્ક કર્યું છે. તમે યુપીઆઇ મારફતે રોકડની આપલે કરી શકો છો. સૌથી સારી સુવિધા એ છે કે તમે માત્ર ગણતરીની સેકન્ડમાં ઇન્ટરબેંક લેવડદેવડ કરી શકો છો. તેના પર કોઇ ચાર્જ નથી લાગતો અને વધુ કોઇ પાસવર્ડ યાદ નથી રાખવો પડતો છતાં તે સંપૂર્ણ રીતે સલામત છે. હકીકતમાં ત્રણ રીતે સલામતી હોય છે. તમારા મોબાઇલ ફોનમાં ફિંગર પ્રિન્ટ સિક્યોરિટી હોય છે, એપ્લિકેશનમાં ચાર ડિજિટનો પીન અને યુપીઆઇ માટે પણ તમારે ડેબિટ કાર્ડની પાછળ રહેલો નંબર નાખવો પડશે. તેથી તમારી જાણ વગર નાણાંની ચોરી કરવી અશક્ય છે.
તેનાથી બેન્કિંગ ટ્રેઇલનું સર્જન થાય છે અને તેને કારણે ગેરકાયદેસર આર્થિક વ્યવહારોમાં ઇલેટ્રોનિક નાણાંના ઉપયોગની શક્યતા ખૂબ ઓછી છે. સરકારે પણ સ્વીડનની જેમ આ પ્રકારની નાણાકીય લેવડદેવડને પ્રોત્સાહન આપવું જોઇએ. દેશમાં મોબાઇલ આધારિત સ્વિશ નામની પેમેન્ટ સિસ્ટમની રજૂઆત કરવામાં આવી છે અને તેનાથી રોકડ પરની નિર્ભરતામાં ઘટાડો કર્યો છે.

તેનાથી બેન્કિંગ ટ્રેઇલનું સર્જન થાય છે અને તેને કારણે ગેરકાયદેસર આર્થિક વ્યવહારોમાં ઇલેટ્રોનિક નાણાંના ઉપયોગની શક્યતા ખૂબ ઓછી છે. સરકારે પણ સ્વીડનની જેમ આ પ્રકારની નાણાકીય લેવડદેવડને પ્રોત્સાહન આપવું જોઇએ. દેશમાં મોબાઇલ આધારિત સ્વિશ નામની પેમેન્ટ સિસ્ટમની રજૂઆત કરવામાં આવી છે અને તેનાથી રોકડ પરની નિર્ભરતામાં ઘટાડો કર્યો છે.

કઇ વાતમાં ઓછુ જોખમ છે - નાણા ધરાવતું અર્થતંત્ર અથવા નાણા વગરનું અર્થંતંત્ર?

માર્કેટમાં જે દિવસથી ડિજીટલ પેમેન્ટની પદ્વતિ શરૂ થઇ છે ત્યારથી અનેક પ્રકારની છેતરપિંડીના કિસ્સાના સમાચારો સામે આવી રહ્યા છે. તેથી શું ડિમોનેટાઇઝેશનથી આ પ્રકારનું જોખમ વધે છે? શું આપણે યોગ્ય પગલુ લઇ રહ્યા છીએ?

ચાલો પહેલા જાણીએ કે ડિજીટલ પેમેન્ટ પદ્વતિમાં કઇ રીતે છેતરપિંડી થાય છે. અત્યારસુધી જે પણ કેસ થયા છે તેમાં મોટા ભાગે હેકર્સ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો અને ખર્ચ થતા નાણાંની વિગતો મેળવીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. વિક્રેતા દ્વારા વધુ ચાર્જ વસૂલવામાં આવ્યો હોય કે પછી ખોટા ચાર્જ લીધા હોવાની કિસ્સાઓ પણ કેસ નોંધાયા છે. વપરાશકર્તા કાર્ડના પાસવર્ડ/પીનને લઇને બેદરકાર હોય અને તેથી તેઓ સાથે છેતરપિંડી થઇ હોય તેવા ભાગ્યે જ  કેસ જોવા મળ્યા છે. ડિજીટલ અર્થતંત્રમાં કુલ ત્રણ વિભાગોમાં છેતરપિંડીને માપી શકાય છે.

1. ગ્રાહકને કોઇ માહિતી નથી - હેકિંગ દ્વારા છેતરપિંડી
2. ગ્રાહકને વિક્રેતાની જાણકારી હોય છે - વધુ પડતા ચાર્જની વસૂલાત
3. ગ્રાહક બેદરકાર હોય – તેની જ ભૂલ જવાબદાર હોય

બીજી બાબત એ જોઇએ કે આ નાણાં પરત મળી શકે કે પછી તેને કાયમ માટે ખોવાયેલા ગણવા. સામાન્યપણે સમાચારપત્રો અને સોશિયલ મીડિયા આ વાતને અવગણતી હોય છે. તેઓ મોટા અક્ષરોની હેડલાઇન છાપીને છેતરપિંડી થયું હોવાનું જણાવે છે. જો કે આ ડિજીટલ અર્થતંત્રમાં છેતરપિંડી સામે આવ્યા બાદ પરત મળેલા નાણાં અંગેની માહિતી દર્શાવવાનું સમાચારપત્રો તદ્દન અવગણે છે. હંમેશા બેન્કિંગ ટ્રેઇલ હોય છે. એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા નાણાં એક પુરાવો છોડી જાય છે. કોઇ એક સારા રેસ્ટોરન્ટમાં બે વ્યક્તિઓના ડિનર પાછળનો અંદાજિત ખર્ચ રૂ.1000/- થાય છે. ધારો કે તે રેસ્ટોરન્ટ ઇરાદાપૂર્વક કે અજાણતા રૂ.10,000/-નું બિલ બનાવે છે ત્યારે ક્રેડિટ કાર્ડથી બનેલી રશીદ પર ગ્રાહકે સાઇન કરવાની રહે છે. જો કોઇ કેસમાં ગ્રાહક થાકેલો હોય કે બેદરકાર થઇને ખોટા ચાર્જ પર સાઇન કરે છે તો પાછળથી ગ્રાહક વિરોધ કરી શકે છે. બિલ રૂ.1000નું હતું તેમજ ક્રેડિટ કાર્ડનો ચાર્જ  રૂ.10,000/- થયો તે સાબિત કરવું સહેલુ છે.

અગાઉ પણ ચોરી કે છેતરપિંડીના બનાવો બનતા હતા તે અાપણે સમજવાની જરૂર છે. વધુ રોકડ પાકિટમાં લઇને ફરતા લોકોના ખિસ્સા કપાઇ જવાની ઘટના સામાન્ય બની ચૂકી છે. એવા પણ બનાવો જોવા મળ્યા છે જ્યારે પર્સમાંથી કેટલીક નોટ્સની ચોરી થઇ હોય અને છતાં ચોરીની ખબર ના પડે. દેશમાં દરરોજ ચોરીના અનેક કિસ્સાઓ જોવા મળતા હોવા છતાં ભાગ્યે જ તેની ફરીયાદ નોંધાવાતી હોય છે. બેંકમાં રોકડ જમા કરાવવા જતા વ્યક્તિને લૂંટી લેવાના કિસ્સા પણ બનતા હોય છે, ક્રેડિટ કાર્ડ હેક થઇ જવા કરતા પણ આ પ્રકારની ઘટનાઓ વધુ સામાન્ય બની ચૂકી છે.

દુભાર્ગ્યપણે , સોશિયલ, ઇલેક્ટ્રોનિક કે પછી પ્રિન્ટ મીડિયા નવી ઘટનાઓની વધુ નોંધ લે છે. ડેટાને બદલે વાંચકોની રુચીના આધારે સ્ટોરીના કદને મહત્વ આપવામાં આવે છે. રોકડની ચોરીના મોટાભાગના કિસ્સાઓમાં નાણાં ફરી મળતા નથી પણ ડિજીટલ નાણાંની ચોરીના કેસમાં મોટા ભાગે નાણાંની રિકવરી થઇ જતી હોય છે.

મારા ખુદના બે અંગત અનુભવો રજૂ કરી રહ્યો છું - મારી તુર્કીની મુલાકાત દરમિયાન ઇસ્તનબુલના ટેક્સી ડ્રાઇવરે મારી પાસેથી તુર્કિશ લિરાની વસૂલાત કરી. મે ચૂકવેલી 50 અને 100 લિરાની નોટ્સ મને હજુ યાદ છે. તેણે મારી પાસેથી નોટ્સ લઇને તરત જ તેની નોટ્સ સાથે ઘાલમેલ કરી અને કહ્યું કે મે તેમને માત્ર બે 50 લિરાની નોટ્સ આપેલી છે. મારી પાસે સાચુ સાબિત કરવા માટે કોઇ રસ્તો ના હતો તેમજ તેની સાથે ઝઘડો કરવા માટે પણ સમય ન હતો. ભાષાની સમસ્યાનું કારણ પણ તેના માટે જવાબદાર છે. મને બાદમાં ખબર પડી કે ઇસ્તનબુલના ટેક્સી ડ્રાઇવરો સામાન્યપણે આ પ્રકારની છેતરપિંડી કરતા હોય છે. નાણાં ગુમાવવાનો વારો આવ્યો.

અન્ય અનુભવ એવો છે કે વિદેશી ટ્રિપ પરથી ભારત પરત ફર્યા બાદ મારા ટ્રાવેલ કાર્ડમાં 140 ડોલર હતા. એક દિવસ મેલ મળ્યો કે લંડનમાં કોઇએ મારા 130 ડોલરનો વપરાશ કર્યો છે. હું ભારતમાં હોવાથી મે તેનો ઉપયોગ કર્યો હોય તેવી શક્યતા લેસ માત્ર નથી રહેતી. ત્યારબાદ મે ક્રેડિટ કાર્ડ કંપનીમાં ફરિયાદ નોંધાવી તેમજ એફઆઇઆર પણ દાખલ કરી. જો કે 120 દિવસ બાદ – ગુમાવેલા નાણાં પરત મળ્યા અને નાણાકીય ખોટ થતા બચી.

મને લાગે છે કે ડિજીટલ પેમેન્ટને લાંબી મંઝિલ કાપવાની છે અને તે 100 ટકા સલામત હોય તેવી કોઇ શક્યતા નથી પણ રોકડ ચુકવણી કરતા તે ઓછું જોખમી હશે. 

ડિમોનેટાઇઝેશનને સફળ માની શકાય કે નિષ્ફળ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાર મહત્વના ઉદ્દેશો સાથે ડિમોનેટાઇઝેશન ઝુંબેશની શરૂઆત કરી છે. - નકલી નોટ્સ, આતંકવાદ, કાળું નાણું અને ભ્રષ્ટાચારદેશના 86 ટકા ચલણને બદલાવવાની આ પ્રક્રિયા શું ખરા અર્થમાં સફળ છે કે પછી માત્ર નિષ્ફળતા? ચાલો કેટલાક સવાલો પૂછીએ.

નકલી નોટ્સ એવી નોટ્સ છે કે જે ભારતમાં હતી અને કથિત રીતે તે પાકિસ્તાનમાં પ્રિન્ટ થતી હતી. માર્કેટમાં ફરતી આ નકલી નોટ્સનો સૌથી મહત્વનો ભાગ એ હતો કે તેને શોધી કાઢવાનું કામ કઠિન હતું. તેથી નવી નોટ્સને એ રીતે પ્રિન્ટ કરવામાં આવી કે તેને શોધવાનું કામ સહેલું બને તેમજ તેને છાપવી અઘરી બને. નવી નોટ્સ નકલી મળી હોય તેવો આજ સુધી એક પણ કિસ્સો પ્રકાશમાં નથી આવ્યો. આ ચલણી નોટ્સને બનાવટી બનાવવા માટે નજીવા પ્રયાસો કરાયા હતા જો કે તે નાના પાયે હોવાથી તેનો પત્તો લગાવવામાં સફળતા મળી હતી. આગામી વર્ષોમાં આપણે જાણી શકીશું કે પાકિસ્તાનના મુદ્રણાલય પત્તો ના લાગી શકે તેવી નવી ચલણી નોટ્સનું ઉત્પાદન કરી શકશે કે કેમ?

આતંકવાદની પ્રવૃત્તિઓનું સંચાલન નકલી નોટ્સના ફંડ દ્વારા થાય છે અને એવી અપેક્ષા હતી કે તેનાથી આતંકવાદના દૂષણમાં ઝડપી ગતિએ ઘટાડો થશે. જો કે, આતંકવાદીઓ વિશે આગાહી કરવી શક્ય નથી. આપણી પાસે આતંકી હુમલાની પેટર્ન ના હોવાથી દેશમાં આતંકવાદમાં વધારો કે ઘટાડો થયો છે તેના વિશે કહી શકાય નહીં. ઉદાહરણ તરીકે 9 જાન્યુઆરી 2017ના રોજ થયેલા હુમલામાં 3 લોકો માર્યા ગયા હતા તેમજ ભારે સશસ્ત્ર સાથેના આતંકીને ઠાર કરાયો હતો. ડિમોનેટાઇઝેશનને સપોર્ટ કરતા લોકો કહેશે કે 10 હુમલાની યોજના હતી પણ નકલી નોટ્સની અછતને કારણે માત્ર એક હુમલો શક્ય બન્યો હતો. તેનો વિરોધ કરતા લોકો કહે છે કે આતંકવાદ અંકુશમાં નથી. જો તેમા ઘટાડો થાય તો પણ આતંકવાદીઓ કોઇ મોટા હુમલાની તૈયારી કરે છે તેવી લોકો દલીલ કરી શકે છે. તેથી ડિમોનેટાઇઝેશનથી હકીકતમાં આતંકવાદ પર અસર થઇ છે તેવું કહેવું અઘરું છે.

કાળું નાણું ભારતીય અર્થતંત્રની સૌથી મોટી સમસ્યા હતીબધુ જ નાણું બેન્કમાં જમા કરાવવાનું હોવાથી એવી ધારણા હતી કે જેટલું કાળું નાણું હતું તેને બેન્કમાં જાહેર કરવું અઘરું બનશે. આ લેખને લખવા સુધીના સમયમાં આરબીઆઇએ બેન્કમાં કુલ જમા થયેલા નાણાં અંગેની માહિતી હજુ સુધી જાહેર નથી કરી. આયકર વિભાગે અનેક જગ્યાએ દરોડા પાડીને નવી નોટ્સ સાથેની રોકડ પકડી પાડી હતી. તેથી સવાલ એ થાય છે કે કાળું નાણું ઘટ્યું છે કે પછી યથાસ્થિતિમાં જ છે? આઇટીના દરોડાથી 100 ટકા કાળું નાણું જપ્ત થયું છે તે સાબિત ના કરી શકાય. તપાસ અને  જપ્તીના કેસમાં વધારો થયો હોવાનો અાયકર વિભાગ દાવો કરતી હોવા છતાં તેનાથી કાળા નાણાંનું દૂષણ અોછું થયું છે? તે મોટો સવાલ છે. પણ રિયલ એસ્ટેટમાં મંદીએ એક સંકેત છે. રિયલ એસ્ટેટમાં સૌથી વધુ પ્રમાણમાં કાળા નાણાંનો ઉપયોગ થયો હતો. કિંમતોમાં ઘટાડો અને સોદાની સંખ્યા આશા આપે છે કે માર્કેટમાં કાળા નાણાંનું દૂષણ ઓછું થયું છે.

ભ્રષ્ટાચાર એવી વસ્તુ છે જેની માત્રા જાણવી મુશ્કેલ છે. વધારે ચુકવણી માટે સોનું નવી રોકડ બની ચૂકી છે અને નાની લાંચ માટે રૂ.2000ની નોટ સરળતાથી ઉપલબ્ધ છે. આપણી પાસે અગાઉના ભ્રષ્ટાચારના આંકડાઓનો રેકોર્ડ પણ નથી અને હાલના ભ્રષ્ટ અધિકારીઓની કુલ સંખ્યાનો પણ રેકોર્ડ ઉપલબ્ધ નથી.

ડિમોનેટાઇઝેશન ખરા અર્થમાં નિષ્ફળ રહ્યું છે કે પછી સફળ તેનું ચોક્કસ મુલ્યાંકન કરતા હજુ પણ કેટલાક વર્ષનો સમય લાગશે.