બેંકમાં લૂંટફાટ, જુગાર, દાણચોરી, ભ્રષ્ટાચાર,
દેહવિક્રય, ડ્રગ વેચાણ, નકલી ચલણી નોટ્સ અને કરચોરી જેવા દૂષણોમાં સામાન્ય બાબત એ છે
કે આ દરેક ગુનાઓ નાણાં પર નિર્ભર છે. અર્થતંત્રમાં રહેલા નાણાં પર આ ગુનાઓ નિર્ભર રહે
છે. તેથી આ સમસ્યાના બે પાસા છે. પહેલી વાત એ છે કે આ પ્રકારના સોદાઓમાં ખૂબ નાણાં
જોવા મળે છે તેમજ આ નાણું એક ચોક્કસ મૂલ્યવર્ગમાં હોવું જરૂરી છે.
તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ
નાયડુએ જણાવ્યું હતું કે અર્થતંત્રમાં રહેલુ કાળુ નાણું ઓછુ કરવા માટે રૂ.1000 અને
રૂ.500ની નોટ્સને નાબૂદ કરવી જોઇએ અને રૂ.100ની
નોટ્સના રૂપમાં કરોડો રૂપિયાની રકમ હોવી અગવડભર્યું રહેશે. જો
કોઇ વ્યક્તિ રૂ.5 લાખની રકમથી ભરેલી વજનદાર બેગ લઇને સરકારી અધિકારીને
મળવા જાય છે તો મુલાકાત બાદ કેબિનમાંથી બહાર આવતી વખતે હળવી બેગને જોઇએ ચોક્કસપણે તે
સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે.
જ્યાં સુધી ઓછી કદના ભ્રષ્ટાચારની વાત છે ત્યાં
સુધી બરોબર છે પણ વિદેશમાં રહેલા બેન્ક એકાઉન્ટથી મોટા પાયાનું ભ્રષ્ટાચારનું દૂષણ
તો યથાવત જ રહેશે.
જો કે, જો આપણે ગુના ઓછા કરવા
હશે તો નાણાકીય સોદા પરની નિર્ભરતા ઓછી કરવી પડશે. નાની લૂંટફાટ અને ગેરકાયદેસર
વ્યાપારો મોટા પ્રમાણમાં નાણાં પર નિર્ભર હોય છે. કલ્પના કરો કે કોઇ વ્યક્તિ
ડ્રગ્સ ખરીદવા માટે રોકડની મોટી બેગ લઇને જાય છે. તેની કોઇને જાણ ના થાય
તેવી શક્યતા ખૂબ ઓછી છે. બજારમાં ફરતી નોટ્સનું અંકિત મૂલ્ય અોછુ કરવા ઉપરાંત
ઇલેક્ટ્રોનિક સોદા કે લેવડદેવડને પ્રોત્સાહન આપવાની તાતી જરૂરીયાત છે. અહીંયા
જનધન યોજના ઉપયોગી સાબિત થશે.
તેનાથી દેશની મોટા ભાગની વસ્તીના લોકો બેંકમાં
ખાતુ ખોલાવી શકશે જેથી બેન્ક મારફતે લેવડદેવડ કે વ્યવહાર કરવો વધુ સરળ બનશે. તેથી
સરકાર એવો નિયમ બનાવી શકે કે જો તમે લઘુત્તમ વેતનની ઉપરના પગાર પરના કરમાં કપાત ઇચ્છતા
હોય તો તેની ચૂકવણી બેંક એકાઉન્ટ મારફતે થવી જોઇએ.
ક્રેડિટ અને ડેબિટ કાર્ડના ઉપયોગને પણ વધુ
પ્રોત્સાહન મળવું જોઇએ. પ્રત્યેક આર્થિક વ્યવહારનો ખર્ચ 2.5 ટકા
જેટલો ઊંચો છે અને તેથી તેને કોઇપણ ઉપાય મારફતે નીચે લાવવો અતિ આવશ્યક છે. વર્તમાન
સમયની ટેકનોલોજીમાં ચીપ, ઓટીપી અને એસએમએસ નોટિફિકેશન જેવા ફીચર્સ ઉપલબ્ધ હોવાને
કારણે ક્રેડિટ/ડેબિટ કાર્ડથી લેવડદેવડ ખૂબ સલામત છે. ઓગસ્ટ
2016માં આરબીઆઇ દ્વારા યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ – યુપીઆઇની
રજૂઆતથી શક્યતાઓના અનેક દ્વારા ખૂલ્યા છે.
ધારો કે તમે શોપિંગ કરવા બહાર જાવ છો તો ચૂકવણી
માટે રોકડ, કાર્ડ અથવા ચેકબૂકની જરૂરીયાત નથી રહેતી. તમે
ટીવી ખરીદવાનું નક્કી કરો છો.
તમારી પાસે મોબાઇલ ફોન છે અને પાસવર્ડ છે. તમે
જે વ્યક્તિને ચૂકવણી કરવા માગો છો તે પ્રાપ્તકર્તાનુ યુપીઆઇ આઇડી નાખીને તરત જ રોકડની
ચૂકવણી કરી શકો છો.
અત્યારસુધીમાં 15 બેન્કોએ
તેની એપ્સ સાથે યુપીઆઇને લિન્ક કર્યું છે.
તમે યુપીઆઇ મારફતે રોકડની આપલે કરી શકો છો. સૌથી
સારી સુવિધા એ છે કે તમે માત્ર ગણતરીની સેકન્ડમાં ઇન્ટરબેંક લેવડદેવડ કરી શકો છો. તેના
પર કોઇ ચાર્જ નથી લાગતો અને વધુ કોઇ પાસવર્ડ યાદ નથી રાખવો પડતો છતાં તે સંપૂર્ણ રીતે
સલામત છે. હકીકતમાં ત્રણ રીતે સલામતી હોય છે. તમારા
મોબાઇલ ફોનમાં ફિંગર પ્રિન્ટ સિક્યોરિટી હોય છે, એપ્લિકેશનમાં ચાર ડિજિટનો
પીન અને યુપીઆઇ માટે પણ તમારે ડેબિટ કાર્ડની પાછળ રહેલો નંબર નાખવો પડશે. તેથી
તમારી જાણ વગર નાણાંની ચોરી કરવી અશક્ય છે.
તેનાથી બેન્કિંગ ટ્રેઇલનું સર્જન થાય છે અને
તેને કારણે ગેરકાયદેસર આર્થિક વ્યવહારોમાં ઇલેટ્રોનિક નાણાંના ઉપયોગની શક્યતા ખૂબ ઓછી
છે. સરકારે પણ સ્વીડનની જેમ આ પ્રકારની નાણાકીય લેવડદેવડને
પ્રોત્સાહન આપવું જોઇએ. દેશમાં મોબાઇલ આધારિત સ્વિશ નામની પેમેન્ટ સિસ્ટમની
રજૂઆત કરવામાં આવી છે અને તેનાથી રોકડ પરની નિર્ભરતામાં ઘટાડો કર્યો છે.
તેનાથી બેન્કિંગ ટ્રેઇલનું સર્જન થાય છે અને
તેને કારણે ગેરકાયદેસર આર્થિક વ્યવહારોમાં ઇલેટ્રોનિક નાણાંના ઉપયોગની શક્યતા ખૂબ ઓછી
છે. સરકારે પણ સ્વીડનની જેમ આ પ્રકારની નાણાકીય લેવડદેવડને
પ્રોત્સાહન આપવું જોઇએ. દેશમાં મોબાઇલ આધારિત સ્વિશ નામની પેમેન્ટ સિસ્ટમની
રજૂઆત કરવામાં આવી છે અને તેનાથી રોકડ પરની નિર્ભરતામાં ઘટાડો કર્યો છે.
No comments:
Post a Comment