નોટબંધીના પગલાથી
દેશની જીડીપી પર અસર થશે તેવી ઘણા લોકોએ આગાહી કરી હતી. એક અંદાજ મુજબ તેમાં 2 ટકાનો ઘટાડો છે જો કે ઘણા
લોકોમાં અર્થતંત્રની મંદીનો ડર પ્રવર્તી રહ્યો છે અને તેમાં સૌથી પહેલુ નામ ઝવેરાત
ઉદ્યોગનું છે. તેથી આ વ્યાપાર કરવાની
નવી પદ્વતિથી ભારતને શું ફાયદો થશે?
ઝડપી કામ કરો: કેન્દ્ર અને રાજ્ય સરકારના દરેક સરકારી વિભાગોએ નવી હકીકતનો સ્વીકાર કરીને વધુ
ઝડપી રીતે કામ કરવું પડશે. હાલમાં સરકારી કર્મચારીઓ આ નિર્ણય યોગ્ય છે કે નહીં તે અંગે ચર્ચા કરી રહ્યા
છે.
તેઓએ હકીકતનો સ્વીકાર
કરવો જોઇએ અને નવા અર્થતંત્રમાં તેઓ વસ્તુને કઇ રીતે શક્ય બનાવી શકે તેના પર ધ્યાન
કેન્દ્રિત કરવું જોઇએ. ઊદાહરણ તરીકે તેઓએ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ મારફતે ફીનો સ્વીકાર કરવાનો હોય, જો તેઓ રોકડની ચૂકવણી કરે
છે તો તે બેન્ક એકાઉન્ટથી થઇ શકે છે.
કરમાં ઘટાડો: બેન્કમાં રોકડ ધરાવતા લોકોની સંખ્યા વધુ હોવાથી ટેક્સના માળખાના બેન્ડની ટકાવારી
10
ટકાથી ઘટાડીને 5 ટકા કરવી જોઇએ. તદુપરાંત આવક વેરાના દરમાં
પણ ઘટાડાની જરૂરીયાત છે. ટેક્સ બેઝમાં વધારો એ આઇટી વિભાગનો માત્ર લક્ષ્યાંકો હોવો જોઇએ અને એ જ લોકો
પાસેથી વધુ ટેક્સની વસૂલાત યોગ્ય નથી. આવકવેરો વધુ સરળ હોવો જોઇએ અને આધાર નંબર સાથે અનિશ્રિત ભથ્થાની જોગવાઇની રજૂઆત
કરવી જોઇએ જેથી લોકોને ટ્રેક કરી શકાય.
જીએસટીમાં પર કાપ: લોકોની ખરીદશક્તિ પહેલા કરતા ઓછી થઇ હોવાથી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના દરોમાં
કેટલાક અંશે ઘટાડો અનિવાર્ય છે. તે બાદમાં વધારી શકાય છે પણ ડિમોનેટાઇઝેશન અને જીએસટી એકસાથે અમલી બન્યા હોવાથી
તેની સંક્રાન્તિ સહેલાઇથી થાય તે જરૂરી છે.
સ્ટેમ્પ ડ્યુટી અધિનિયમમાં ફેરફાર: સ્ટેમ્પ ડ્યુટીને લઇને એક
ધારણા એવી પ્રવર્તે છે કે એક વ્યક્તિ પાસેથી અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરેલી મિલકતમાં
કાળા નાણાંનો ઉપયોગ થયો હોય છે. જો કે હવે કાળા નાણાંમાં ફેરફારની શક્યતા ઓછી હોવાથી જંત્રી દરો પ્રમાણે સ્ટેમ્પ
ડ્યુટીની વસૂલાતને બદલે એગ્રીમેન્ટના રેટ્સ મુજબ તેની વસૂલાત થવી જોઇએ. તદુપરાંત સ્ટેમ્પ ડ્યુટીમાં
ઘટાડો પણ કરવો જોઇએ. સ્ટેમ્પ ડ્યુટીની નોંધણીમાં રોકડની જરૂરીયાત હોય છે પણ હવે તેઓએ ચેક અથવા પ્લાસ્ટિક
નાણાં મારફતે તેનો સ્વીકાર કરવો જોઇએ.
અર્થતંત્રના દરેક સેક્ટરમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું: સ્ટાર્ટઅપ માટે નવો વેપાર
કઇ રીતે સરળ કરવો તેમજ વર્તમાન વેપારનું સંચાલન સરળ કરવા પર સંપૂર્ણ દેશનું ધ્યાન કેન્દ્રિત
થાય તે જરૂરી છે. વર્તમાન સમયમાં દેશની જીડીપીમાં વૃદ્વિનો એકમાત્ર ઉકેલ સ્પર્ધા અને રિસર્ચ છે.
વ્યાજદરમાં કાપ તેમજ લોનમાં સરળતા: બેન્કોએ એફડીના દરોમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું છે પણ લોનના દરોમાં હજુ સુધી
કોઇ ઘટાડો નથી જોવા મળ્યો. લોકોને ઝડપી દરે ધિરાણ ઉપલબ્ધ કરાવવાથી ભારતીય અર્થતંત્ર સૌથી વધુ ઝડપે વિસ્તરણ
કરવા માટે સક્ષમ બનશે. મિલકતની કુલ કિંમતના સફેદ ભાગને બાદ કરતા તેની વાસ્તવિક કિંમતના આધારે લોન મળવી
જોઇએ.
શિક્ષણનું ઉદારીકરણ: ભારતીય શિક્ષણ પદ્વતિ હજુ પણ જૂની છે. યુવાનો ત્યારે જ નોકરી મેળવી શકશે જ્યારે તેઓને વાસ્તવિક રીતે શિક્ષીત કરવામાં
આવે. અગાઉ ઝવેરાત અને રીયલ
એસ્ટેટ ઉદ્યોગોમાં કોઇપણ જાતની શૈક્ષણિક લાયકાત
વગર હજારો લોકોને રોજગારી અપાતી હતી પણ હવે તે બાબત ભૂતકાળ થઇ ચૂકી છે. ખાનગી સ્કૂલો અને કોલેજને
પ્રોત્સાહન મળવું જોઇએ અને વિદેશી યુનિવર્સિટીઓને મંજૂરી મળવી જોઇએ.
જરૂરીયાત ધરાવતા ઉદ્યોગોમાં રોકાણ: પ્રાઇવેટ સેક્ટરોએ જરૂરીયાત
ધરાવતા ઉદ્યોગોમાં તેના નાણાંનું રોકાણ કરવું જોઇએ. વૈભવી અને અબાધિત ખર્ચ મર્યાદિત બનશે તેથી તે ઉદ્યોગોમાં
રોકાણ ના કરવું જોઇએ.
સ્થાનિક ક્ષેત્રે ઉત્પાદિત સ્માર્ટફોન પરની એક્સાઇઝ ડ્યુટી દૂર કરવી: સ્માર્ટફોન મારફતે ડિજીટલ
મનીનો સરળતાથી વ્યવહાર થાય છે. સરકારે સ્થાનિક ક્ષેત્રે ઉત્પાદિત થતા સ્માર્ટફોન પરની એક્સાઇઝ ડ્યુટી સંપૂર્ણપણે
દૂર કરવી જોઇએ. તેનાથી ટેક્નોલોજીનો
વપરાશ વધશે અને ભારત આધુનિક રીતે આર્થિક વ્યવહાર કરવા માટે સક્ષમ બનશે.
No comments:
Post a Comment