માર્કેટમાં જે દિવસથી
ડિજીટલ પેમેન્ટની પદ્વતિ શરૂ થઇ છે ત્યારથી અનેક પ્રકારની છેતરપિંડીના કિસ્સાના સમાચારો
સામે આવી રહ્યા છે. તેથી શું ડિમોનેટાઇઝેશનથી આ પ્રકારનું જોખમ વધે છે? શું આપણે યોગ્ય પગલુ લઇ રહ્યા
છીએ?
ચાલો પહેલા જાણીએ
કે ડિજીટલ પેમેન્ટ પદ્વતિમાં કઇ રીતે છેતરપિંડી થાય છે. અત્યારસુધી જે પણ કેસ થયા
છે તેમાં મોટા ભાગે હેકર્સ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો અને ખર્ચ થતા નાણાંની વિગતો
મેળવીને છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. વિક્રેતા દ્વારા વધુ ચાર્જ વસૂલવામાં આવ્યો હોય કે પછી ખોટા
ચાર્જ લીધા હોવાની કિસ્સાઓ પણ કેસ નોંધાયા છે. વપરાશકર્તા કાર્ડના પાસવર્ડ/પીનને લઇને બેદરકાર હોય અને
તેથી તેઓ સાથે છેતરપિંડી થઇ હોય તેવા ભાગ્યે જ
કેસ જોવા મળ્યા છે. ડિજીટલ અર્થતંત્રમાં કુલ ત્રણ વિભાગોમાં છેતરપિંડીને માપી શકાય છે.
1. ગ્રાહકને કોઇ માહિતી નથી - હેકિંગ દ્વારા છેતરપિંડી
2. ગ્રાહકને વિક્રેતાની જાણકારી હોય છે - વધુ પડતા ચાર્જની વસૂલાત
3. ગ્રાહક બેદરકાર હોય – તેની જ ભૂલ જવાબદાર હોય
બીજી બાબત એ જોઇએ કે આ નાણાં પરત મળી શકે કે પછી તેને કાયમ માટે ખોવાયેલા ગણવા. સામાન્યપણે સમાચારપત્રો અને
સોશિયલ મીડિયા આ વાતને અવગણતી હોય છે. તેઓ મોટા અક્ષરોની હેડલાઇન છાપીને છેતરપિંડી થયું હોવાનું જણાવે છે. જો કે આ ડિજીટલ અર્થતંત્રમાં
છેતરપિંડી સામે આવ્યા બાદ પરત મળેલા નાણાં અંગેની માહિતી દર્શાવવાનું સમાચારપત્રો તદ્દન
અવગણે છે. હંમેશા બેન્કિંગ ટ્રેઇલ
હોય છે. એક એકાઉન્ટમાંથી અન્ય
એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા નાણાં એક પુરાવો છોડી જાય છે. કોઇ એક સારા રેસ્ટોરન્ટમાં
બે વ્યક્તિઓના ડિનર પાછળનો અંદાજિત ખર્ચ રૂ.1000/- થાય છે. ધારો કે તે રેસ્ટોરન્ટ
ઇરાદાપૂર્વક કે અજાણતા રૂ.10,000/-નું બિલ બનાવે છે ત્યારે ક્રેડિટ કાર્ડથી બનેલી રશીદ પર ગ્રાહકે સાઇન કરવાની
રહે છે. જો કોઇ કેસમાં ગ્રાહક
થાકેલો હોય કે બેદરકાર થઇને ખોટા ચાર્જ પર સાઇન કરે છે તો પાછળથી ગ્રાહક વિરોધ કરી
શકે છે. બિલ રૂ.1000નું હતું તેમજ ક્રેડિટ કાર્ડનો
ચાર્જ રૂ.10,000/- થયો તે સાબિત કરવું સહેલુ
છે.
અગાઉ પણ ચોરી કે છેતરપિંડીના
બનાવો બનતા હતા તે અાપણે સમજવાની જરૂર છે. વધુ રોકડ પાકિટમાં લઇને ફરતા લોકોના ખિસ્સા કપાઇ જવાની ઘટના સામાન્ય બની ચૂકી
છે.
એવા પણ બનાવો જોવા
મળ્યા છે જ્યારે પર્સમાંથી કેટલીક નોટ્સની ચોરી થઇ હોય અને છતાં ચોરીની ખબર ના પડે. દેશમાં દરરોજ ચોરીના અનેક
કિસ્સાઓ જોવા મળતા હોવા છતાં ભાગ્યે જ તેની ફરીયાદ નોંધાવાતી હોય છે. બેંકમાં રોકડ જમા કરાવવા
જતા વ્યક્તિને લૂંટી લેવાના કિસ્સા પણ બનતા હોય છે, ક્રેડિટ કાર્ડ હેક થઇ જવા કરતા પણ આ પ્રકારની ઘટનાઓ વધુ સામાન્ય
બની ચૂકી છે.
દુભાર્ગ્યપણે , સોશિયલ, ઇલેક્ટ્રોનિક કે પછી પ્રિન્ટ
મીડિયા નવી ઘટનાઓની વધુ નોંધ લે છે. ડેટાને બદલે વાંચકોની રુચીના આધારે સ્ટોરીના કદને મહત્વ આપવામાં આવે છે. રોકડની ચોરીના મોટાભાગના
કિસ્સાઓમાં નાણાં ફરી મળતા નથી પણ ડિજીટલ નાણાંની ચોરીના કેસમાં મોટા ભાગે નાણાંની
રિકવરી થઇ જતી હોય છે.
મારા ખુદના બે અંગત
અનુભવો રજૂ કરી રહ્યો છું - મારી તુર્કીની મુલાકાત દરમિયાન ઇસ્તનબુલના ટેક્સી ડ્રાઇવરે મારી પાસેથી તુર્કિશ
લિરાની વસૂલાત કરી. મે ચૂકવેલી 50 અને 100 લિરાની નોટ્સ મને
હજુ યાદ છે. તેણે મારી પાસેથી
નોટ્સ લઇને તરત જ તેની નોટ્સ સાથે ઘાલમેલ કરી અને કહ્યું કે મે તેમને માત્ર બે 50 લિરાની નોટ્સ આપેલી છે. મારી પાસે સાચુ સાબિત કરવા
માટે કોઇ રસ્તો ના હતો તેમજ તેની સાથે ઝઘડો કરવા માટે પણ સમય ન હતો. ભાષાની સમસ્યાનું કારણ પણ
તેના માટે જવાબદાર છે. મને બાદમાં ખબર પડી કે ઇસ્તનબુલના ટેક્સી ડ્રાઇવરો સામાન્યપણે આ પ્રકારની છેતરપિંડી
કરતા હોય છે. નાણાં ગુમાવવાનો વારો
આવ્યો.
અન્ય અનુભવ એવો છે
કે વિદેશી ટ્રિપ પરથી ભારત પરત ફર્યા બાદ મારા ટ્રાવેલ કાર્ડમાં 140 ડોલર હતા. એક દિવસ મેલ મળ્યો કે લંડનમાં
કોઇએ મારા 130 ડોલરનો વપરાશ કર્યો
છે.
હું ભારતમાં હોવાથી
મે તેનો ઉપયોગ કર્યો હોય તેવી શક્યતા લેસ માત્ર નથી રહેતી. ત્યારબાદ મે ક્રેડિટ કાર્ડ
કંપનીમાં ફરિયાદ નોંધાવી તેમજ એફઆઇઆર પણ દાખલ કરી. જો કે 120 દિવસ બાદ – ગુમાવેલા નાણાં પરત મળ્યા અને નાણાકીય ખોટ થતા બચી.
મને લાગે છે કે ડિજીટલ
પેમેન્ટને લાંબી મંઝિલ કાપવાની છે અને તે 100 ટકા સલામત હોય તેવી કોઇ શક્યતા નથી પણ રોકડ ચુકવણી કરતા તે ઓછું જોખમી હશે.
No comments:
Post a Comment