Tuesday, 31 January 2017

કોનો દોષ કહી શકાય?

તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ તેના 31 ડિસેમ્બરના સંબોધનમાં દેશના માત્ર 24 લાખ લોકોની આવક રૂ.10 લાખથી વધુ હોવાનું જણાવ્યું હતું. લોકો કાર, ઘર કે અન્ય વસ્તુની ખરીદી પાછળ જે ખર્ચ કરે છે તેની સરખામણીએ આંકડો ખૂબ ઓછો હોવાનું કહેવાય છે. સંબોધનમાં લોકો અપ્રમાણિક હોય તેવો ઇશારો થયો હતો અને તેથી આ આંકડો ઓછો હતો. દેશમાં વાર્ષિક રૂ.10 લાખથી વધુ આવક ધરાવતા લોકોની આદર્શ સંખ્યા મેળવવાનો પ્રયત્ન કોઇ નિષ્ણાંતે કર્યો નથી. કેટલાક સમાચારના રિપોર્ટમાં દર્શાવાયું છે કે વાર્ષિક 25 લાખ કારનું વેચાણ થયું હતુ જ્યારે જે રીતે તેઓ ઇન્કમટેક્સની ચૂકવણી કરે છે તે અનુસાર માત્ર 24 લાખ લોકો એક કારની ખરીદી કરી શકે છે. ચાલો દેશમાં વાર્ષિક 10 લાખથી વધુ આવક ધરાવતા લોકોની એક અંદાજિત આંકની ધારણા કરીએ, 125 કરોડની વસ્તીમાંથી અંદાજિત 2 કરોડ લોકો? અર્થ એ થયો કે આપણે 12 ટકા અનુપાલન સ્તર સુધી જ પહોંચી શક્યા છે કે તેનાથી પણ ઓછુ એવું કહી શકાય.

સવાલ એ છે કે દેશના અનેક લોકો નિયમનું પાલન નથી કરતા તો સમસ્યા લોકો દ્વારા છે અથવા કાયદામાં જ સમસ્યા છે?

બ્રિટિશ કર માળખાને અાધારે દેશમાં કરવેરાના કાયદાનું નિમાર્ણ થયું છે. તેઓએ નાના ટેક્સ બેઝ અને નિવાર્ય આવક પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આવકની સરખા ભાગે વહેંચણી થતી હોવાથી સમાજવાદી વિચારે ટેક્સના માળખાને વધારે સરળ બનાવ્યું હતું. 100 વર્ષ અગાઉ વર્ષ 1922માં જ્યારે આવકવેરાની રજૂઆત કરાઇ ત્યારથી પરિસ્થિતિમાં પરિવર્તન પ્રવર્તિત છે.

નીચેના કારણોને ધ્યાનમાં રાખીને આવકવેરા કાયદામાં સુધારો અનિવાર્ય છે:

  • દેશમાં મધ્યમવર્ગનો ઉદય: દેશમાં મધ્યમવર્ગનું કદ યુએસની કુલ વસ્તી કરતા પણ વધુ છે. આપણે આંકડાઓની દૃષ્ટિએ 30 કરોડ લોકોની વાત કરી રહ્યા છીએ. અગાઉ ટેક્સની ફરજીયાત ચૂકવણી કરનાર લોકોની સંખ્યા પણ ઓછી હોવાથી ટેક્સના માળખામાં પરિવર્તન અનિવાર્ય છે. અહીં નોંધપાત્ર વાત એ છે કે આ મધ્યમવર્ગ 20 વર્ષ અગાઉ કરમર્યાદામાં સમાવિષ્ટ ના હતો. 
  • ભારતની વસ્તી: દેશની વસ્તીમાં કૂદકે અને ભૂસકે વધારો થઇ રહ્યો છે. દેશમાં 50 કરોડની વસ્તી દરમિયાન અમલી બનેલા કાયદાથી જ 125 કરોડની વસ્તીનું સંચાલન કપરુ કાર્ય છે. 60,000 કરવેરા અધિકારીઓની મંજૂર થયેલી મર્યાદાનો અર્થ એ થયો કે પ્રત્યેક કરવેરા અધિકારીઓને 20,000 લોકોનું સંચાલન કરવાનું રહે છે. અાપણે ભાગીદારી, કંપની, ટ્રસ્ટ, એસોસિએશન જેવી કૃત્રિમ કાયદાકીય એન્ટાઇટીની પણ ગણતરી નથી કરી રહ્યા. મંજૂર થયેલી જગ્યાઓમાંથી હજુ પણ 8000 જગ્યાઓ ખાલી છે.
  •  ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને ટેલિકોમ: ઇન્ફર્મેશન ટેક્નોલોજીના વપરાશે બેન્કિંગ કાર્યપ્રણાલીની પરિભાષા જ બદલી નાખી છે. વર્તમાન સમયમાં મોબાઇલ ટેલિફોનના વધતા વપરાશને કારણે ક્રેડિટ કાર્ડ દ્વારા થતા પ્રત્યેક આર્થિક વ્યવહારો કે સોદાઓ ઓટીપી અથવા પીન એન્ટ્રીથી સંપૂર્ણપણે સલામત છે. આર્થિક વ્યવહારોને માન્ય કરવા માટે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશિનનું મોબાઇલ ફોન નેટવર્ક દ્વારા જોડાણ હોય છે. દેશમાં દસ વર્ષ અગાઉ આ સિસ્ટમ ગેરહાજર હતી અને અાવકવેરા વિભાગે હજૂ પણ તેની કાર્યપ્રણાલીમાં કોઇ પરિવર્તન નથી કર્યું.ફાઇનાન્સ: ભૂતકાળમાં ભારતીયો તેની પાસે ઉપલબ્ધ મહત્તમ રકમ ખર્ચ કરવાનું પસંદ કરતા હતા. હવે, ભારતીય નાગરિકો મહત્તમ ઉધાર રોકડથી બને તેટલુ ખર્ચ કરવાની ઇચ્છા રાખે છે. અાવકમાં સ્થિરતાએ ભારતીય બેન્કો અને આર્થિક સંસ્થાઓને વ્યાજે નાણાં આપવાની હિંમત પૂરી પાડી છે. બેન્કો ખાનગી લોન, ક્રેડિટ કાર્ડ, પ્રોપર્ટી સામે લોન અને ટર્મ લોનના રૂપમાં ઉછીના કે વ્યાજે નાણાં આપવાની સુવિધા પૂરી પાડે છે. આ દરેક પ્રકારની લોન મેળવવા માટે વ્યક્તિનો ક્રેડિટ સ્કોર તેમજ આયકર વિભાગમાં નોંધાયેલી તેની આવક દર્શાવવાની જરૂરીયાત રહે છે. નોંધપાત્ર બાબત એ છે કે મોટા ભાગના લોકો ટેક્સ બ્રેકેટમાં નથી આવતા જ્યારે કેટલાક લોકો બ્રેકેટ હેઠળ આવતા હોવા છતાં ઇરાદપૂર્વક ટેક્સની ચૂકવણી નથી કરતા. અહીં સમસ્યા એ સર્જાય છે કે લોકો સરળતાથી લોન મેળવવામાં અસમર્થ રહે છે.

આવકવેરાના કાયદામાં મહત્વના પરિવર્તન તરીકે હું ભલામણ કરું છું કે ટેક્સ સ્લેબની હાલની મર્યાદા રૂ.2.5 લાખથી ઘટાડીને રૂ.1 લાખ કરવી જોઇએ જ્યારે ટેક્સ રેટ 10-30 ટકાથી ઘટાડી 1-10 ટકા કરવાની જરૂરીયાત છે. તેનાથી ભારતીયોની કરવેરા ચૂકવણીની પદ્વતિમાં આમૂલ પરિવર્તન જોવા મળશે તેમજ તેનું મોટા પાયે અનુપાલન પણ શક્ય બનશે.

No comments:

Post a Comment