Tuesday 31 January 2017

બજેટથી ભ્રષ્ટાચાર વગરના અર્થંતંત્ર માટેનો માર્ગ મોકળો થશે

બિગ બેંગ રિફોર્મ – ડિમોનેટાઇઝેશન બાદ હવે સરકારે બિગ બેંગ રિફોર્મના ઉદ્દેશનેને હાંસલ કરવા માટે નાના સુધારા કરવાનું શરૂ કરવું જોઇએ. આ પ્રકારના રિફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બજેટ સેશન યોગ્ય સમય છે.


  • સરકારના દરેક રેવેન્યુ ડિજીટલ હોવા જોઇએ - જો તમે મિલકતની ખરીદી કરી છે તો નોંધણી માટે તમારે ડીડી કરવો પડે છે અથવા રોકડની ચુકવણી કરવાની રહે છે. તેથી વ્યક્તિ માટે બેન્કમાંથી રોકડ ઉપાડવી અનિવાર્ય બની રહે છે. તેથી ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અથવા અન્ય કોઇ પદ્વતિથી સરકારી ચુકવણીને ડિજીટલ બનાવવી જોઇએ. મ્યુનિસિપલ ઓથોરિટીથી માંડીને કેન્દ્ર સરકાર સુધી તે ફરજીયાત બનવી જોઇએ. જકાત અથવા પ્રવેશ કર એ પ્રકારના કર છે જેની ચુકવણી ટેક્સી ડ્રાઇવર દ્વારા રોકડમાં કરવામાં આવતી હોય છે. જો સરકાર કેશલેસ માળખાને લઇને વાસ્તવિક રીતે ગંભીર હોય તો તેઓએ માત્ર ડિજીટલ પેમેન્ટને મંજૂરી આપવી જોઇએ.
  • બેન્ક ચુકવણી દ્વારા સરકારી ખર્ચા ફરજીયાત બનાવવા: નાના વિક્રેતાને પણ રોકડની ચુકવણી બેન્ક એકાઉન્ટ મારફતે થવી જોઇએ. મામૂલી ખર્ચા પર સખત રીતે નિયમનની પણ સંભાળ રાખવી આવશ્યક છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં બેન્કિંગનો વપરાશ ઓછો છે, દેશમાં પ્રવર્તિત ભ્રષ્ટાચારને ઘટાડવા માટે ફેરિયાઓને બેન્ક એકાઉન્ટથી ચુકવણી થાય તે આવશ્યક છે

  • તે ઉપરાંત ટોલ, પાર્કમાં પ્રવેશ અથવા ટ્રાફિક દંડ જેવી નાની ચુકવણીઓ પણ ડિજીટલ માધ્યમથી થવી જોઇએ. તેનાથી શહેરના નાગરિકોને ખિસ્સામાં રોકડ રાખવાની જરૂર નહીં રહે. માઇક્રોપેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકાર પેટ્રોલપંપ પર જે 0.75 ટકાનું ડિસ્કાઉન્ટ આપે છે તે પ્રકારનું લઘુત્તમ ડિસ્કાઉન્ટ ગ્રાહકને ઓફર કરી શકે છે. હકીકતમાં એકવાર ચુકવણીની પદ્વતિ વધુ સરળ બન્યા બાદ કર્મચારીઓ દ્વારા થતી રોકડની ઉચાપતના કિસ્સાઓમાં પણ ઘટાડો જોવા મળશે.
  • સબસીડીની ચુકવણી આધાર કાર્ડથી જોડાયેલા બેન્ક એકાઉન્ટમાં જ થાય તે અનિવાર્ય છે. સબીસીડીના રૂપમાં એક રૂપિયાનું પણ નાણાં સર્જન ના થાય તે જરૂરી છે. સરકાર દ્વારા કેટલાક સ્તરે તેને મંજૂરી આપવામાં આવી છે જો કે દરેક સરકારી સ્કિમમાં તે ફરજીયાત નથી.
  • જે આવકવેરા કરદાતાઓ તેની આવકમાંથી ખર્ચ તરીકે કપાત પગાર ઇચ્છતા હોય તેનો પગાર પણ બેન્ક એકાઉન્ટમાં થાય તે જરૂરી છે. જો કંપની રોકડમાં પગારની ચુકવણી કરતી હોય તો આયકર વિભાગે તેને ખર્ચ તરીકે પરવાનગી ના આપવી જોઇએ. આ પગલાથી પ્રત્યેક મહિને થતી વધુ રોકડ સર્જનને દૂર કરી શકાશે
  • હાથ ઉપર રોકડ ધરાવતા વ્યક્તિ પાસેથી ટેક્સની વસુલાત: ડિમોનેટાઇઝેશન બાદ હાથ પર વધુ રોકડ રકમ દર્શાવતા પ્રત્યેક વ્યક્તિ પાસેથી ટેક્સની વસુલાત કરવી જોઇએ. કંપની કદાચ હાથ પર રકમ દર્શાવી શકે તેમજ તેનો ભ્રષ્ટાચાર માટે ઉપયોગ કરે તેવુ પણ શક્ય છે. તેથી બેન્કમાંથી ઉપાડેલા જે નાણાંનો વ્યક્તિ દ્વારા નિશ્વિત સમયમર્યાદામાં વપરાશ ના થયો હોય તેના પર ટેક્સ નાખવો જરૂરી છે. કંપની પાસે મોટા પ્રમાણમાં અઘોષિત રકમ હાથમાં હોય તો કદાચ અેવો પણ અર્થ છે કે કંપની તેની પાછળ કોઇ ગેરકાયદેસર ઇરાદો ધરાવતી હોય.
  • પબ્લીક સેક્ટર બેન્કોએ ગ્રામીણ વિસ્તારો સુધી સેવાનો વ્યાપ વધારવો જોઇએ. ભારત સૌથી મોટું પોસ્ટ ઓફિસ નેટર્વક ધરાવે છે. કેટલીક નિશ્વિત વસ્તી ધરાવતા દરેક ગામડાઓમાં પબ્લીક સેક્ટર બેન્ક હોય તે આવશ્યક છે
  • એટીએમ નેટર્વકમાં વધારો: દેશની 125 કરોડની જનતાને સેવા પૂરી પાડતા એટીએમની સંખ્યા માત્ર બે લાખ છે. એટલે કે 6250 લોકો માટે માત્ર એક એટીએમ સેન્ટર. ધારો કે કોઇ એક વ્યક્તિ તેના પરિવારના ત્રણ લોકોની જવાબદારી ઉઠાવે છે તો એટીએમ મારફતે રોકડની ઉપાડ પર નિર્ભર રહેતા લોકોની સંખ્યા 2000 હશે. દુભાર્ગ્યપણે મોટા ભાગના એટીએમ સેન્ટર શહેરી વિસ્તારમાં સ્થિત છે. સંપૂર્ણ દેશ કેશલેસ ઇકોનોમી અપનાવે તે માટે દેશમાં એટીએમ નેટવર્કની સંખ્યા પોસ્ટ ઓફિસ કરતા પણ વધુ હોય તે જરૂરી છે.
  • ડેબિટ કાર્ડ: દેશમાં માત્ર 7.4 કરોડ ડેબિટ કાર્ડ ઉપલબ્ધ છે. કેશલેસ ઇકોનોમીથી લોકો ચિંતિત થાય તે સ્વાભાવિક બાબત છે. દેશમાં 40 કરોડ બેન્ક એકાઉન્ટની સામે ડેબિટ કાર્ડધારકોની સંખ્યા ખૂબ ઓછી છે.
પાર્લામેન્ટનું બજેટ સેશન સ્વચ્છ ભારત માટે સરકારની ગંભીરતાને સાબિત કરવા માટે સોનેરી તક કહી શકાય.

No comments:

Post a Comment